મોરબીના જુના રફાળીયા રોડ ઉપર સુમસામ જગ્યાએ વધતા લૂંટના બનાવો 

- text


ત્રણ શખ્સોએ પરપ્રાંતીય શ્રમિકનો નવેનવો મોબાઈલ અને રોકડા લૂંટી લેતા તાલુકા પોલીસ મથકમાં અરજી

મોરબી : મોરબીના જુના રફાળીયા રોડ ઉપર તળાવ પાસેની સુમસામ જગ્યાએ ધોળાદિવસે લૂંટારુઓ એકલ-દોકલ વ્યક્તિને આંતરી લૂંટ કરતા હોવાની વ્યાપક રાવ વચ્ચે ગઈકાલે પરપ્રાંતીય શ્રમિક યુવાનને ત્રણ શખ્સોએ લૂંટી લઈ મોબાઈલ અને રોડકડા 10 હજાર લઈ હવામાં ઓગળી જતા તાલુકા પોલીસે અરજીને આધારે તપાસ શરૂ કર્યાનું જાણવા મળે છે.

મોરબીના જુના રફાળીયા રોડ ઉપર મેજીક સીરામીક નામના કારખાનામાં કામ કરતો દિલીપકુમાર રામપ્રતાપ નામનો યુવાન ગઈકાલે અગાઉ જ્યાં કામ કરતો હતો ત્યાં જવા નીકળ્યો હતો અને જુના રફાળીયા રોડ ઉપર તળાવ નજીક પહોંચતા ત્રણ શખ્સોનો ભેટો થઈ ગયો હતો. આ ત્રિપુટીએ યુવાનને ઉભો રાખી તે દારૂ પીધો છે કહી રૂપિયા 12 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને 10 હજાર લૂંટી લઈ નાસી છૂટ્યા હતા.

- text

આ બનાવ મામલે શ્રમિક જ્યાં કામ કરતો હતા તે પરિચિત વ્યક્તિને સાથે લઈ તાલુકા પોલીસ મથકે પહોંચતા પોલીસે ભોગ બનનારની અરજી લઈ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રહેતા લોકો જણાવે છે કે અહીં અવાર નવાર આવા બનાવો બનતા રહે છે ત્યારે તાલુકા પોલીસને આ બનાવ અંગે અરજી સ્વરૂપે ફરિયાદ થતા હાલ તપાસ શરૂ કરાઈ છે.

- text