તપોવન સ્કૂલના 4 સિતારાઓ સીએની પરીક્ષામાં ઝળક્યા

- text


મોરબી : તાજેતરમાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં તપોવન સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ સિધ્ધી હાંસલ કરી છે.

- text

તપોવન સ્કૂલના આ ચાર વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશન (સીપીટી)ની પરીક્ષા સારા માર્ક સાથે પાસ કરતાં ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આ ચાર વિદ્યાર્થીઓમાં કાસુન્દ્રા પાર્થએ 244 માર્ક્સ, કાવર ધ્રુવે 236 માર્ક્સ, મોરડિયા નિર્મલે 213 માર્ક્સ તેમજ ભાલારા જયે 207 માર્ક્સ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

- text