મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા કાલે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમ.

- text


વેલેન્ટાઈન ડે ની રાષ્ટ્રભાવના સાથે અનોખી ઉજવણી કરાશે

મોરબી : આવતીકાલે 14 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે રાષ્ટ્ર પ્રેમ સાથે સેવાને વરેલી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ભારતમાતા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી આ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે.

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આવતીકાલે મોરબી સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં સવારે 10 થી બપોરના 12 સુધી “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમમાં યોજવામાં આવ્યો છે જેમાં સમગ્ર મોરબીના દેશપ્રેમી નાગરિકોને જાહેર નિમંત્રણ અપાયું છે. આ પ્રસંગે ભારતમાતા પ્રત્યેના પ્રેમને વાચા આપી ભારતમાતાનું પૂજન કરી પુષ્પ અર્પણ કરવા અનુરોધ કરાયો છે.

- text

આ વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘના પશ્ચીમ શ્રેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેસીઆ હાજર રહેશે અને તેમના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થશે તેમજ જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થીત રહેશે તેમ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text