મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કાલે સોમવારે “I love Bharat Mata” કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

- text

તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ભારત માતા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરવા આ દિવસે “I love Bharat Mata” કાર્યક્રમ યોજેલ છે. કાર્યક્રમ તા. 14ના રોજ સ્વામિનારાયણ મંદિરની બહાર, જીઆઇડીસી રોડ, મોરબી ખાતે સવારે 10:00 કલાકે રાખેલ છે. તો આ કાર્યક્રમમાં સમગ્ર મોરબીના દેશપ્રેમી નાગરિકોને ભારત માતાનું પૂજન કરી પુષ્પ અર્પણ કરવા હાર્દિક આમંત્રણ છે.

- text