ચૂંટણી કાર્ડમાં છબરડા : ફોટો બીજાના, એડ્રેસમાં પણ ગોટાળા

- text


 

એક જ પરિવારના 4 સભ્યોના ચૂંટણી કાર્ડમાં ભૂલ સામે આવી

 

મોરબીઃ મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ચૂંટણી કાર્ડ કાઢવામાં છબરડો સામે આવ્યો છે. સુધારા થઈને આવેલા ચૂંટણી કાર્ડમાં અરજદારની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિનો ફોટો આવી ગયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચૂંટણી કાર્ડમાં અગ્રેજી અને ગુજરાતીમાં લખેલા એડ્રેસ પણ બન્ને અલગ અલગ છે.

મહત્વનું છે કે, તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં મોરબીના એએસપી રોડ પર રહેતા જયકુમાર પટેલ અને તેમના પરિવારે ચાર સભ્યોના ચૂંટણી કાર્ડ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુધારો કરવા માટે આપ્યા હતા. ત્યારે તેઓને ગઈકાલે પોસ્ટ મારફતે આ સુધારા થયેલા ચૂંટણી કાર્ડ મળ્યા હતાં. પરંતુ તેમણે ચૂંટણી કાર્ડ જોયું તો મુંઝવણમાં મૂકાઈ ગયા. કેમ કે ચારેય ચૂંટણી કાર્ડમાં ફોટો કોઈ અન્ય વ્યક્તિનો જ હતો. આ ઉપરાંત ચાર ચૂંટણી કાર્ડમાંથી બે ચૂંટણી કાર્ડમાં રહેલા એડ્રેસમાં પણ છબરડો જોવા મળ્યો હતો. કેમ કે બે ચૂંટણી કાર્ડમાં છપાયેલા અંગ્રેજી અને ગુજરાતી એડ્રેસ પણ અલગ અલગ હતા.

- text

આમ,મોરબી જિલ્લામાં ચૂંટણી કાર્ડમાં છબરડો સામે આવ્યો છે. આ અંગે ચૂંટણી પંચ યોગ્ય તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું.

- text