મોરબીની યુ. એન. મહેતા કોલેજમાં કેન્દ્રીય બજેટ સંદર્ભે સમીક્ષા કરાઈ

- text


વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા બજેટ અંગે ચર્ચા કરવા કાર્યક્રમ યોજાયો

મોરબી : કેન્દ્રીય બજેટ પર મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા બજેટના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી બજેટ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી.

મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના જ્ઞાનધારા વિભાગ દ્વારા ૮મી ફેબ્રુઆરીના રોજ કોલેજના સેમિનાર હોલમાં ‘કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ નાણામંત્રીએ સંસદમાં આગામી વર્ષનું બજેટ રજૂ કરેલ હતું. આ બજેટના જુદા જુદા મુદ્દાઓને લઈને કોલેજના વિદ્યાર્થીઓ તથા અર્થશાસ્ત્રના અધ્યાપકો દ્વારા બજેટ સંદર્ભે સમીક્ષા કરવામાં આવેલ હતી. અંદાજપત્ર એટલે શું? કાળક્રમે તેમાં આવેલા પરિવર્તનો, જેવી પ્રાથમિક માહિતી આપી જ્ઞાનધારા વિભાગના કોર્ડીનેટર ડો. રામ વારોતરીયાએ કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી.

ત્યારબાદ કોમલ સવાડિયાએ ‘બજેટમાં મારા માટે શું?’, શીતલ પરમારે ‘બજેટમાં કૃષિ ક્ષેત્ર’, અમીનાબાનુ અજમેરીએ ‘બજેટમાં નવું શું?’, દર્શન વસોયાએ ‘બજેટની વિવધ જાહેરાતો’ વિષય પર પોતાની વાતો મુકેલ હતી. કોલેજમાં પ્રિન્સિપાલની ફરજ બજાવતા પ્રો. કે. આર. દંગીએ અધ્યક્ષ સ્થાનેથી બજેટની ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને કોલેજમાં હકારાત્મક પ્રણાલીને વેગવંતી બનાવવા વિદ્યાર્થીઓને આમંત્રિત કરેલ હતા.

- text

સમગ્ર કાર્યક્રમમાં ડિજિટલ યુનિવર્સિટી, રાષ્ટ્રીય માર્ગનું વિસ્તરણ જેવી હકારાત્મક બાબતોની ચર્ચા થઇ તો સામા પક્ષે રોજગારી અને આમ આદમીની બાદબાકી જેવી માર્યાદાઓની પણ ચર્ચા થઇ હતી. કાર્યક્રમના અંતે હિન્દી વિષયના અધ્યાપક ડો. અનિલસિંહ રાજપૂતે આભારદર્શન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન તથા સમગ્ર આયોજન ડો. રામ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text