મોરબી તાલુકા કક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાનો ડંકો

- text


મોરબી : GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન 2021-22નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ” બ્લડ ગ્રુપ ઓળખો ” નામની કૃતિમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આગામી સમયમાં આ બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

GCERT ગાંધીનગર અને DIET રાજકોટ દ્વારા વર્ષ 2021-22નું પ્રાથમિક શાળા માટે મોરબી તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તાલુકાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક કાંજીયા અશોકભાઈ મહાદેવભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના ધોરણ-8ના બાળ વૈજ્ઞાનિકો ભાલોડીયા પ્રિન્સ નરભેરામભાઈ અને પરમાર રાહુલ નરેશભાઈ દ્વારા વિભાગ-2માં ” બ્લડ ગ્રુપ ઓળખો ” નામની કૃતિ રજુ કરવામાં આવી હતી.જેને મોરબી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળેલ છે.આગામી સમયમાં આ બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત, પર્યાવરણ, પ્રદર્શનમાં ભાગ લેશે.

આ તકે શાળાના સ્ટાફ,આચાર્ય,નાની વાવડી CRC CO.રમેશભાઈ કાલરીયા તથા મોરબી તાલુકા BRC CO.ચિરાગભાઈ આદ્રોજાએ માર્ગદર્શન શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text