મોરબીમાં ભૂલી પડેલી બાળકીઓનું પરિવાર સાથે મિલન કરાવતી ચાઈલ્ડલાઇન ટીમ

- text


મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓ મળી આવેલ હતી.જે અંગે ચાઈલ્ડ લાઇન ટીમને જાણ થતા વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી ખાતે મુકવામાં આવેલ હતી.જે બાદ તેના વાલી મળી આવતા બંન્ને બાળકીને તેમના પરિવારને સોપવામાં આવી હતી.

મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓના વાલીની શોધખોળ આદરવામાં આવી હતી.ગત તા.6નાં રોજ ચાઈલ્ડ લાઇન ટીમને માહિતી મળી હતી કે મોરબીમાં પાટીદાર સ્ટોન પાર્ક નજીક કંડલા બાયપાસ પાસે બે બાળકીઓ મળી આવેલ છે.ત્યારબાદ 181 ટીમની મદદ દ્વારા તે બાળકીઓને ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ હતી.ત્યારબાદ CWCનાં આદેશ મુજબ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી ખાતે મુકવામાં આવેલ હતી.આ બંન્ને બાળકીઓના વાલી મળી આવતા CWCના આદેશથી તા.7ના રોજ બંન્ને બાળકીઓને તેમના વાલી સાથે પુન:સ્થાપન કરવામાં આવેલ હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text