મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં હળવદના વિદ્યાર્થીઓનો ડંકો

- text


પ્રથમ રાઉન્ડના પરિણામમાં વિવેકાનંદ સાયન્સ એકેડેમીના 11 વિદ્યાર્થીઓને સ્થાન

હળવદ : આજ રોજ મેડિકલ પ્રવેશ પ્રક્રિયાના બહાર પડેલ પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર થયેલ હતું.જેમાં હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડેમીના 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આજ રોજ મેડિકલ પ્રવેશ પ્રક્રિયાના બહાર પડેલ પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થયેલ હતું.જેમાં વિવેકાનંદ સાયન્સ એકેડેમીના 11 જેટલાં વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ પાસ કરી પ્રવેશ મેળવ્યો છે.આ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર હળવદ તાલુકા તેમજ શાળાનું નામ રોશન કરેલ છે.

- text

મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પાસ કરનાર વિવેકાનંદ સાયન્સ એકેડેમીના ગૌરવવંતા વિદ્યાર્થીઓમાં જાદવ આશિષ,અમૃતિયાં ધરતી,દેત્રોજા હર્ષ,સંઘાણી કૌશલ,ભોરણીયા દિયા,બેલા ભાવિષા,રબારી પ્રભુ,મહેતા પ્રિયાંક,બોપાલીયા સાગર,જાદવ હિતેશ,જાદવ નેહાએ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો છે. તેથી શાળાના મેનેજીંગ ડાયરેક્ટ ફેફરભાઈ,કેમ્પસ ડાયરેક્ટ પઢીયારભાઈ,શાળાના આચાર્ય કાસેલાંભાઈ તેમજ સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text