કન્યા છત્રાલય માટે રૂપિયા 11 લાખનું અનુદાન આપતા સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા

- text


નાની કડી ખાતે સરસ્વતી કન્યા કેળવણી મંડળ રૂપિયા 21 કરોડના ખર્ચે કન્યા છત્રાલય નિર્માણ કરશે

મોરબી : સત્તાવીસ સમાજ પ્રેરિત સરસ્વતી કન્યા કેળવણી મંડળ દ્વારા નાની કડી ખાતે રૂપિયા 21 કરોડના ખર્ચે કન્યા છત્રાલય ભવનના ખાતમૂહર્ત સમારોહમાં ઉપસ્થિત મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ દ્વારા 11 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી.

નાની કડી સત્તાવીસ સમાજ પ્રેરિત સરસ્વતી કન્યા કેળવણી મંડળ દ્વારા બાલ મંદિરથી લઇને પ્રાથમિક,હાઈસ્કૂલ,નર્સિંગ કોલેજ,આર્ટસ – કોમર્સ અને સાયન્સ વગેરે જેવા કોર્ષ ભણાવવામાં આવે છે.ગુજરાતભરમાંથી અહીં વિદ્યાર્થીનીઓ આવી અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે.વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં દરેક પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.વિદ્યાર્થીનીઓને વધુ સારી સુવિધાઓ મળે તે માટે 21 કરોડના ખર્ચે હોસ્ટેલનું નવું મકાન બનાવવાનો નીર્ધાર કર્યો છે.

- text

ગઈકાલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીનીઓને મદદરૂપ બનવાના આશયથી સનહાર્ટ ગ્રુપ મોરબીના ગોવિંદભાઈ વરમોરાએ હોસ્ટેલ ભવનના નવા મકાન માટે 11 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું.

- text