મોરબી : આજે વધુ ત્રણ વિદ્યાર્થીઓ સહિત 29 નવા કોરોનાના કેસ નોંધાયા

- text


સાર્થક વિદ્યાલયમાં 2 અને નિર્મલ સ્કૂલમાં વધુ એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ

મોરબી શહેરમાં 19, ગ્રામ્યમાં 7, વાંકાનેરમાં 2, હળવદમાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. આજે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 19, ગ્રામ્યમાં 7, વાંકાનેરમાં 2, હળવદમાં 1 કેસ નોંધાયા છે. આજના 29 કેસમાં ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 29 કેસ નોંધાયા છે. આજે પણ જિલ્લાની બે શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા જેમાં મોરબીની સાર્થક વિદ્યાલયમાં 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે મોરબીની નિર્મલ સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 19, ગ્રામ્યમાં 7, વાંકાનેરમાં 2, હળવદમાં 1 કેસ નોંધાયા છે.

- text

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો આજે આરોગ્ય વિભાગે 932 સેમ્પલ લીધા હતા. જેમાંથી 29 પોઝિટિવ આવ્યા છે. સાથે આજે મોરબીમાંથી 3 લોકો સાજા પણ થયા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં 6702 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6193 રિકવર થયા છે. હાલ 168 કેસ એક્ટિવ છે.

- text