વાંકાનેરમાં સાડા છ કિલો ગાંજો ઝડપાયો : રાજકોટ, સુરતના શખ્સોના નામ ખુલ્યા

- text


મોરબી એસઓજી અને સ્થાનિક પોલીસનું સયુંકત ઓપરેશન

વાંકાનેર : વાંકાનેર પંથક નશીલા પદાર્થના વેપલા માટે હોટ ફેવરિટ બન્યું હોય તેમ છેલ્લા થોડા સમયના ટૂંકાગાળામાં બીજી વખત નશીલા માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. જેમાં એસ.ઓ.જી. તથા વાંકાનેર સીટી પોલીસ ટીમેં બાતમીના આધારે મકાનમાં છાપો મારી સાડા છ કિલો ગાંજો ઝડપી લીધો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં રાજકોટ, સુરતના શખ્સોના નામ ખુલ્યા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જિલ્લામાં નશીલા દ્રવ્યોની બદીને સંપૂર્ણ પણે નેસ્ત નાબુદ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અંગે સુચનાઓ આપી હતી. જેના અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરીના માર્ગદર્શન હેઠળ એસઓજી તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી હકીકતના આધારે વાંકાનેરના માર્કેટ પાસે નાગરીક બેન્ડની સામેની શેરીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રભાઈ ત્રિભોવનદાસ જોબનપુત્રાના મકાનમાં દરોડા પાડતા તેના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ ૬૫૦૦ કિગ્રા, કિમત રૂપિયા ૬૫,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ રૂપિયા ૨૫૦૦ મળી કુલ ૬૭,૫૦૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.

- text

જેથી પોલીસે આરોપીની ગાંજા સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ એન ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ ગુનામાં અન્ય આરોપી મનોજ જૈન, ઉત્કલનગર, કતારગામ સુરત તથા હસમુખ ઉર્ફે રાજુ બચુભાઈ બગથરીયા રહે-રાજકોટ વાળાઓ પણ આ ગુનામાં સંડોવાયેલ હોય જેથી તેઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

- text