મોરબીમાં ક્રીમ વ્હીસ્કીની લકઝરીયસ બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


સિટી એ ડિવિઝન પોલીસે જીઆઇડીસીના નાકેથી યુવાનને ઝડપી લીધો

મોરબી : કડકડતી ઠંડીમાં બબ્બે પેગ મારવા પ્યાસીઓ અધીરા બન્યા છે ત્યારે મોરબી પોલીસ પણ સતર્ક બની બંધાણીઓને ઝડપી રહી છે ત્યારે ગઈકાલે જીઆઇડીસીના નાકેથી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર રહેતા યુવાનને ક્રીમ વ્હીસ્કીની લકઝરીયસ બોટલ સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ અસિફભાઈ રાઉમાએ જીઆઇડીસી નાકા નજીક રામનાથ પાન પાસેથી વાવડી રોડ ઉપર ભગવતી હોલ નજીક રહેતા હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ વસવેલીયા ઉ.૨૬ને ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ બ્લેંડેડ સ્કોચ વ્હિસ્કિની બોટલ નંગ.૧ ની કિ.રૂ.૧૫૭૫ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text