શનિવારે એલ.ઇ.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન

- text


સ્વાગત હોલ ખાતે લેંકો એલ્યુમિની એસોસિએશન દ્વારા આયોજન

મોરબી : મોરબીની એલઇ એન્જીનીયરીંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેંકો એલ્યુમિની એસોસિએશન દ્વારા આગામી તા.8ને શનિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે.

મોરબી એલઇ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેંકો એલ્યુમિની એસોસિએશનના મોરબી ચેપટર દ્વારા આગામી તા.8ને શનિવારે અહીંના સ્વાગત હોલ રવાપર રોડ ખાતે સાંજે 6.45થી 7.45 ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે. સાથે અલ્પાહારની વ્યવસ્થા પણ પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેથી મોરબીમાં રહેતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.

- text

મિટિંગમાં હાજરી સુનિશ્ચિત કરવા માટે નામ અગાઉથી નોંધાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે અમૃત મેનપરા 9825626236,
નરસંગ હૂંબલ 9925209127,
હસમુખભાઈ ઉભડિયા 9825231152 અને
અમરીશ પટેલ 9824065401નો સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text