મોરબી જિલ્લામાં ઝરમર – ઝરમર કમોસમી આફત

- text


મોડીરાત્રીના શરૂ થયેલ કમોસમી વરસાદ સવારે પણ ચાલુ : ચોમાસા જેવું ઘનઘોર વાતાવરણ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલ કમોસમી વરસાદ આજે પણ ચાલુ રહ્યો છે. ગત મોડીરાત્રી બાદ મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ઝરમર – ઝરમર કમોસમી વરસાદ રૂપે આફત વરસવાનું શરૂ થયું છે જે સવારે પણ ચાલુ રહેતા લોકો ભરશિયાળે સ્વેટર કમ રેઇનશૂટ સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.

મોરબી જિલ્લાના હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડીરાત્રે 12 વાગ્યા બાદ ટવરક, ટવરક કમોસમી વરસાદ શરૂ થયો હતો અને આજે પણ સવારથી ચોમાસા જેવા ઘનઘોર વાતાવરણમાં ઝરમર કમોસમી આફત વરસી રહી છે.

વધુમાં મોરબી શહેર ઉપરાંત માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં પણ રાત્રે અને સવારે અવિરત પણે કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાનું અમારા પ્રતિનિધિઓના અહેવાલ જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text