હળવદમાં પરપ્રાંતીય યુવાનના પગની સારવાર કરતાં સેવાભાવીઓ

- text


 

હળવદ: હળવદના સેવાભાવી યુવાનોએ એક પરપ્રાંતીય યુવક કે જે સડી ગયેલા પગથી પીડાતો હતો તેની યોગ્ય સારવાર કરાવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

વાત જાણે એમ છે કે હળવદના ફ્રેન્ડસ યુવા ગ્રુપના સેવાભાવી યુવાન અજજુભાઈને સરા નાકા પાસે, અંબિકા આઈસ્ક્રીમ પાસે કોઈ પરપ્રાંતીય યુવાન પગથી પીડાતો હોય જેની જાણ અન્ય સેવાભાવી યુવાનોએ કરતા તેઓ આ યુવાનને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરપ્રાંતીય યુવાનના પગમાં એટલો સડો અને જીવાત હતી કે તે ઘણા લાંબા દિવસથી પગથી પીડાતો હતો. આ યુવાનનો પગ એટલો દુર્ગંધ મારતો હતો કે રાત રોકાવાની જગ્યા મળવી મુશ્કેલ હતી. ત્યારે હોટેલ મુરલીધરના માલિક અને હર્ષદ યુવા ગ્રૂપના વિજયભાઈ ભરવાડે પોતાની જૂની હોટલે રાત રોકાવવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ યદુનંદન ગૌશાળાના સંચાલકે પરિવારના સભ્યની જેમ આ યુવાનની સાર સંભાળ રાખી હતી. બીજા દિવસે સવારે યુવાનને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત મોરબી રીફર કરાયો હતો. આમ સેવાભાવી યુવાનોએ અંગત વ્યક્તિની જેમ પરપ્રાંતીય યુવકની સેવા કરી હતી. આ સેવાકાર્યમાં ફ્રેન્ડ્સ યુવા ગૃપના પ્રમુખ અજજુભાઈ, ઘનશ્યામ બારોટ, શૈલેષ બારોટ, વિજયભાઈ ભરવાડ, રવિભાઈ ભરવાડ, અમિતભાઈ ભરવાડ, હળવદ સરકારી હોસ્પિટલના ડોક્ટર અશ્વિન આદ્રોજા અને તેમની ટીમ, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ વગેરેએ આ યુવાનને સારવાર અપાવવા મહેનત કરી હતી.

- text