રાજપરની સીમમાં જુગારધામ પર એલસીબીની રેઇડ, રૂ. 1.78 લાખની રોકડ સાથે પાંચ ઝડપાયા

- text


 

દરોડા દરમિયાન નાસી છૂટેલા એક શખ્સની શોધખોળ

મોરબી : મોરબી એલસીબીએ રાજપર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. 1.78 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. જો કે એક શખ્સ નાશી છૂટ્યો હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

એલસીબીની ટીમને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં આરોપી મનસુખભાઇ હરખાભાઇ પટેલ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી તથા રમાડતા હોય કે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં મનસુખભાઇ હરખાભાઇ પટેલ,
કિશોરભાઇ કલ્યાણજીભાઇ પટેલ,કાંતિભાઇ મગનભાઇ પટેલ, નાનજીભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, સુરેશભાઇ ઉર્ફે બાબુ ભાઇ બચુભાઇપટેલ રહે. બધા મોરબીવાળાને પકડી પાડેલ છે.

- text

જો કે આ રેઇડ દરમિયાન શાંતિલાલ ગોરધનભાઇ બાવરવા રહે. બરવાળા તા.જી. મોરબી વાળા નાસી જવામાં સફળ રહ્યા હતા. આ રેઇડ દરમિયાન રૂ. 1,17,500 નો મુદામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એન.બી. ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી,ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

- text