મોરબીમા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાનું કાર્ય અટકાવાતા ક્રાંતિકારી સેનાનું કલેકટરને આવેદન

- text


 

મોરબી : મોરબી શહેરમા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું કાર્ય કોઈ કારણોસર અટકાવાતાં ક્રાંતિકારી સેનાએ આ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું છે કે મોરબી ખાતે ક્રાંતિકારી સેના દ્વારા માર્ચ 2021માં મળેલી જનરલ બોર્ડની મીટિંગમાં નગરપાલિકાના યુવા સદસ્ય ભાવિકભાઈ જારિયાની દરખાસ્ત દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક વખત ક્રાંતિકારી સેના દ્વારા મંજુરી પત્રની રૂબરૂ માંગ નગરપાલિકા પાસે કરાઈ હતી. પણ અંતમાં જાણવા મળેલ કે સ્થાનિક દુકાનદારો દ્વારા પ્રતિમા ન મૂકવા રજૂઆત કરાઇ હતી ત્યારે અમુક લોકોના સ્વાર્થ ખાતર આ મહાન ક્રાંતિકારીની પ્રતિમા મુકવાનું કાર્ય અટકાવાયું હોવાનું જાણવા મળ્યું હતું.

- text

સનાળા રોડ પર આવેલ સરદારબાગ સામેના પાર્કિંગમાં ૬*૬ ફૂટની જગ્યામાં પ્રતિમા મુકવાની વાત હતી.આ માટે ક્રાંતિકારી સેનાએ વિરોધકર્તાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના સ્વાર્થ ખાતર આ કાર્ય અધુરૂ મૂકવામાં આવ્યું છે.

અહીં સવાલ એ થાય છે કે એક તરફ મોરબી શહેરમાં ભાજપના મંત્રીઓ દ્વારા અન્ય પ્રતિમાના અનાવરણ કરી દેશભક્તિ અને સામાજિક જવાબદારી દેખાડવાનો પ્રયત્ન થાય છે. તો બીજી બાજુ એકલદોકલ વ્યક્તિઓના સ્વાર્થ ખાતર મહાન ક્રાંતિકારીની પ્રતિમા મુકવાનું કાર્ય અટકાવાયું હોય તેને લઈને આજરોજ જિલ્લા કલેકટરને વિગતવાર માહિતી સાથેનું આવેદનપત્ર પાઠવાયું હતું.

- text