સરકારી કચેરીઓમાં કોરોના રસી મુકાવી હોય તેમને જ પ્રવેશ અપાશે

- text


સરકારના આદેશને પગલે સરકારી કચેરીઓમાં વધુ એક કામનું ભારણ

મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સૂચના મુજબ રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મુલાકાતીઓને કોરોના રસીના પ્રમાણપત્રના આધારે આજે તા. 01/01/2022થી પ્રવેશ આપવામાં આવશે.

આ આદેશ મુજબ સચિવાલય પરિસરમાં આવેલ વિવિધ વિભાગો તથા સ્વર્ણિમ સંકુલમાં આવતા મુલાકાતીઓ માટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાકાતીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે બુથ પરના કર્મચારી/અધિકારીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઇશ્યુ કરવાનો રહેશે.

- text

આ ઉપરાંત, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે બાબતે સંબંધિત કચેરીના વડાએ તેઓની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવાની રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text