માળીયાથી જામનગર જતો હાઈવે મામલતદાર કચેરી સુધી અતિ બિસ્માર

- text


ખખડધજ રોડનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવા મુસ્લિમ સમાજની મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ માંગ, અન્યથા રસ્તા રોકો આંદોલનની ચીમકી

માળીયાઃ માળીયા મિયાણાથી જામનગર જતો હાઈવે મામલતદાર કચેરી સુધી અતિ બિસ્માર હોઈ જે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા મુસ્લિમ સમાજે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરી છે.જો સત્વરે રોડનું કામ શરૂ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

માળીયા મિયાણા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે, માળીયા મિયાણા હાઈવેથી જામનગર હાઈવે તરફ જતો હાઈવે માળીયા મિયાણા મામલતદાર કચેરી સુધી અતિ બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર પસાર થતાં ભારે વાહનોના કારણે ધૂળ-ડમરીના અસહ્ય ત્રાસના કારણે બાઇક સવાર સામાન્ય અને ગરીબ પ્રજાજનોને આંખોમાં ધૂળ પડવાના કારણે અકસ્માત થઈ શકે છે અને જાનહાની પણ થઈ શકે છે. સામાન્ય પ્રજાજનો જ નહીં માળીયા મિયાણા ખાતે સરકારી તમામ કચેરીઓના અધિકારીઓ પણ આ ખાડાખબડા વાળા રોડથી ત્રાસી ગયા છે.

- text

વધુમાં માળીયા મિયાણા હાઈવેથી જામનગર હાઈવે ટ્રાન્સપોર્ટને અને નવલખી પોર્ટને જોડતો હાઈવે છે. તેવામાં વાહન માલિકો પાસેથી ટોલ ટેક્સ સહિત રોડ ટેક્સ પી. યુ. સી. ના નામે નાણા ઉઘરાવી ખરાબ રોડ રસ્તા જેવી સુવિધા આપવી એ પણ ગેરવ્યાજબી છે. ત્યારે માળીયા મિયાણાના શહેરીજનોની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ હાઈવેનું ૪ થી ૫ કિલોમીટર સુધીનું સમારકામ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે. જો કામગીરી નહીં કરવામાં આવે તો માળીયા મિયાણાના શહેરીજનોને ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર થવું પડશે. મુસ્લિમ સમાજે ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે, જો 11 જાન્યુઆરી સુધીમાં રોડનું સમારકામ નહીં થાય તો 12 જાન્યુઆરીથી વિરોધ નોંધાવવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text