મોરબીમાં પ્લાયવુડના કારખાનામાં ભૂંસાના ઢગલામાં પડી જતા બાળકીનું મોત

- text


મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ રેમ્બો-2 પ્લાયવુડના કારખાનામાં રમતા – રમતા ચાર વર્ષની માસૂમ બાળકી ભૂંસાના ઢગલામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે ઘટનામાં માતાપિતાએ અંતિમ વિધિ બાદ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ખટોરા ગામના રહીશ અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલ રેમ્બો -2 પ્લાયવુડ કારખાનામાં મજૂરી કામ કરતા
ચંદનભાઇ સુન્નાભાઇ ભીલની ચાર વર્ષની પુત્રી અભિલાષાબેન રમતા રમતા ભૂંસાના ઢગલામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ બનાવમાં બાળકીને લઈ તેના માતા પિતા લાલપર ગામ પાસે આવેલ શુભમ કલીનીક ખાતે સારવાર માટે લઇ જતા ડોકટરે સરકારી હોસ્પીટલ સારવારમા લઇ જવાનુ જણાવતા સારવારમા લઇ જતી વખતે રસ્તામા બાળકીનું મૃત્યુ નિપજતા પોતાની મેળે દફન વિધી કરી નાખી હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text