કાલથી માળીયા તાલુકાના ગામોમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આવતીકાલથી સેવાસેતુ અલગ અલગ ગામોમાં યોજવામાં આવશે.

સેવા સેતુ અંતર્ગત આવતીકાલે તા. 1 જાન્યુઆરીના રોજ મોટાભેલા, બગસરા, ચમનપર, ભાવપર અને નાનાભેલા ગામ માટે ભાવપર પ્રાથમિક શાળા ખાતે, તા. 5ના રોજ મેઘપર, ચાચાવદરડા, સરવડ, દેરાળા, મહેન્દ્રગઢ, તરઘરી ગામ માટે મેઘપર પ્રાથમિક શાળા ખાતે, તા. 7ના રોજ વાધરવા, વિરવિદરકા, ખીરાઈ, હરીપર, ફતેપર, કાજરડા ગામના લોકો માટે વાધરવા પ્રાથમિક શાળા ખાતે, તા. 13ના રોજ મોટીબરાર, રાસંગપર, સોનગઢ, નાનીબરાર, જાજાસર, જસાપર અને નવાગામ માટે મોટીબરાર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text