MCX વિક્લી રિપોર્ટ : સોનાના – ચાંદીમાં નરમાઇ કોટનમાં ઉછાળો

- text


ક્રૂડ તેલમાં વૃદ્ધિ, સીપીઓ, રબર, કપાસ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 14,67,609 સોદાઓમાં કુલ રૂ.1,06,903.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 234 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 319 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 310 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 6,01,182 સોદાઓમાં કુલ રૂ.33,046.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,185ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,328 અને નીચામાં રૂ.47,577 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.267 ઘટી રૂ.47,885ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.212 ઘટી રૂ.38,505 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.4,786ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,320 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,239 અને નીચામાં રૂ.61,223 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.151 ઘટી રૂ.62,160 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.154 ઘટી રૂ.62,423 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.154 ઘટી રૂ.62,438 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 89,065 સોદાઓમાં રૂ.16,956.11 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 ઘટી રૂ.225.60 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.288ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.742.65 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.14.6 વધી રૂ.1,560.20 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.186ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 4,54,444 સોદાઓમાં કુલ રૂ.28,954.21 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,565ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,775 અને નીચામાં રૂ.5,458 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.199 વધી રૂ.5,735 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.70 ઘટી રૂ.275 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 12,449 સોદાઓમાં રૂ.1,427.66 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,827ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1933 અને નીચામાં રૂ.1827 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.81 વધી રૂ.1,923 બંધ થયો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,000 અને નીચામાં રૂ.16,000 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.274 વધી રૂ.16,861ના ભાવે બંધ થયો હતો.

સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,061ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1074 અને નીચામાં રૂ.1061 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.8.20 વધી રૂ.1068.30 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.70 વધી રૂ.992.10 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,440 વધી રૂ.34,100 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,18,712 સોદાઓમાં રૂ.14,216.26 કરોડનાં 29,657.336 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 4,82,470 સોદાઓમાં કુલ રૂ.18,830.62 કરોડનાં 3,022.280 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,52,789 સોદાઓમાં રૂ.12,814.06 કરોડનાં 2,26,43,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,01,655 સોદાઓમાં રૂ.16,140.15 કરોડનાં 55,84,36,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 42 સોદાઓમાં રૂ.1.78 કરોડનાં 188 ટન અને કોટનના વાયદાઓમાં 10,676 સોદાઓમાં રૂ.1,290.66 કરોડનાં 388075 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,212 સોદાઓમાં રૂ.46.76 કરોડનાં 476.28 ટન, રબરના વાયદાઓમાં 104 સોદાઓમાં રૂ.1.87 કરોડનાં 115 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 415 સોદાઓમાં રૂ.86.59 કરોડનાં 8,080 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,529.705 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 601.056 ટન, ક્રૂડ તેલમાં 10,13,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,77,46,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 136 ટન, કોટનમાં 178775 ગાંસડી, મેન્થા તેલમાં 347.04 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 71,360 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 15,250 સોદાઓમાં રૂ.1,291.46 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,788 સોદાઓમાં રૂ.615.92 કરોડનાં 8,722 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 5,637 સોદાઓમાં રૂ.542.43 કરોડનાં 6,287 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,825 સોદાઓમાં રૂ.133.11 કરોડનાં 1,871 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,700 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 985 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 220 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,197ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,235 અને નીચામાં 14,001ના સ્તરને સ્પર્શી, 234 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 79 પોઈન્ટ ઘટી 14,100ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,195ના સ્તરે ખૂલી, 319 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ વધી 17,242ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,500ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 5,795 અને 5,485ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન 310 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 174 પોઈન્ટ વધી 5,709ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 2,95,219 સોદાઓમાં રૂ.25,226.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,080.64 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.291.88 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,830.95 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.4.55 કરોડ અને નિકલના ઓપ્શન્સમાં રૂ.18.68 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text