ફિટકાર : માળિયા ગ્રામ્યમાં 13 વર્ષની પુત્રી ઉપર સાવકા બાપે ગુજાર્યું દુષ્કર્મ

- text


ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો

માળીયા : માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય સમાજનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે પોતાની હવસની આગ બુઝાવવા 13 વર્ષની પુત્રી ઉપર વ્યભિચાર આચર્યો હતો. સાવકા બાપે તરૂણીને હવસનો શિકાર બનાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જો કે આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનેથી સાવકા પિતાની હેવાનીયતભરી દુષ્કર્મની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા ઉપર ખુદ તેના સાવકા પિતાએ નજર બગાડી હતી. સાવકા પિતા હવસની આગમાં એટલો અંધ બની ગયો હતો કે સારા નરસાનું વિવેકભાન ગુમાવીને ન કરવાનું કરી બેઠો હતો. સાવકા પિતા બાબુભાઇ મેરુભાઈએ 13 વર્ષની પુત્રીને શારીરિક અડપલાં કરી આજથી દોઢ વર્ષ પહેલાથી લઈને એક મહિના અગાઉ અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ આ બનાવ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી આરોપીએ ધમકી પણ આપી હતી. દરમિયાન આ બનાવ ધ્યાને આવતા ભોગ બનનારની માતાએ આ બનાવની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી આ ઘટનાને લઈને સાવકા બાપ ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text