હળવદમાં 27 વર્ષથી ખેતીની જમીન ઉપર કબજો જમાવનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


કિંમતી જમીન પચાવી પાડવાના મનસૂબા ઉપર પાણી ફેરવી દેતો નવો કાયદો

હળવદ : હળવદ નજીક આવેલી કિંમતી જમીન ઉપર છેલ્લા 27 વર્ષથી કબજો જમાવનાર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ઈંગોરાળા રોડ ઉપર જમીન ધરાવતા મૂળ માલીક રમેશભાઇ ત્રીભોવનભાઇ લકુમની સર્વે નંબર ૩૨૮/પૈકી-૧ ક્ષેત્રફલ ૧-૩૧-૫૨ હે.આર.ચો મીટર જમીન ઉપર હળવદ રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા વિઠલભાઇ ડાયાભાઇ કોળીએ વર્ષ 1995થી ગેરકાયદેસર કબજો કરી લેતા આ મામલે ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પગલાં ભરવા અરજી કરી હતી જે મંજુર થતા હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

વધુમાં હળવદ પોલીસે જમીનના મૂળ માલિક રમેશભાઇ ત્રીભોવનભાઇ લકુમની ફરિયાદના આધારે જમીન ઉપર કબજો જમાવનાર આરોપી વિઠલભાઇ ડાયાભાઇ કોળી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text