મોરબીમાં રિવર્સમાં આવતા કન્ટેનરે સિક્યોરિટી ગાર્ડને હડફેટે લીધો

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સિરામીક ફેકટરીના પાર્કિંગમાં રિવર્સમાં આવતા કન્ટેનરે સિક્યોરિટી ગાર્ડને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કોયો સિરામિકમાં નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના સિક્યોરિટી ગાર્ડ કૃષ્ણકુમાર સમયદીન રાવતને ટ્રક કન્ટેનર નંબર જીજે12બીએક્સ 0451ના ચાલકે રિવર્સમાં પોતાનું કન્ટેનર લેતી વખતે હડફેટે લેતા કૃષ્ણકુમારને જમણા પગના સાથળમા ફ્રેક્ચર કરી તથા ગુપ્ત ભાગે તથા ડાબા હાથમા કાંડાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના બાદ કન્ટેનર ચાલકે સારવારનો ખર્ચ આપવા જણાવ્યું હતું પરંતુ સારવારનો ખર્ચ ન આપતા અંતે આ મામલે કૃષ્ણકુમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text