પાણીની મોટર ચાલુ કરતી વખતે શોર્ટ લાગતા પરિણીતાનું મોત

- text


ટંકારાના ધ્રુવનગર ગામે બનેલી કરુણ ઘટના

ટંકારા : ટંકારાના ધ્રુવનગર ગામે ઘરે પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા પરિણીતાનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ધ્રુવનગર ગામે રહેતી ગીતાબેન સામજીભાઇ વાઘેલા (ઉ.વ. ૩૨) નામની પરિણીતા ગઈકાલે પોતના ઘરે ઇલેટ્રીક પાણીની મોટર ચાલૂ કરતા તેણીને ઇલેટ્રીક શોક લાગતા તેમને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text