મોરબીમાં શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ઘરણા

- text


અલગ અલગ પડતર માંગણીઓ મામલે શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન આપ્યું

મોરબી : પ્રાથમિક શિક્ષકો હાલ જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્ને લડતના ચલાવી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના શિક્ષકો પણ આ લડતમાં જોડાઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકોએ ઘરણા કરી અલગ અલગ પડતર માંગણીઓ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું.

મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ આજે પડતર પ્રશ્ને તાલુકા પંચાયત કચેરીએ પ્રતીક ધરણા પ્રદર્શન કર્યું હતું અને લાંબા સમયથી અધ્ધરતાલ રહેલા શિક્ષકોના વિવિધ પ્રશ્ને સરકારની આળસવૃત્તિ સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ અલગ અલગ પડતર માંગણીઓ મામલે શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી, સાતમાં પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવા, જુદા જુદા નામથી ૪ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દુર કરવી, ગુ.રા.પ્રા.શિ.સંઘ ની મુખ્ય માંગણીઓ – પ્રશ્નો, એસ.પી.એલ. રજા બાબતે નિર્ણય થવા, તા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા બાબત ૩: ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલ શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા, એચ ટાટ, તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમની સંખ્યા સુધરવા, બદીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦% છુટા કરવા, કોરોનાના કારણે સી.સી.સી. ની પરિક્ષા લેવાયેલ ન હોય સી.સી.સી પરિક્ષા માટે તારીખ ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદત માં વધારો કરવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text