આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબીમાં

- text


સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે

મોરબી : સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે આવતીકાલે મોરબી ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મહાનુભાવો હાજરી આપશે.

રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે આવતીકાલ તા.25ને બપોરે 3:00 કલાકે મોરબી ટાઉનહોલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું છે. વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ, પ્રૌદ્યોગિકી વિજ્ઞાન અને પ્રવૃત્તિ વિભાગ તેમજ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text