ટંકારાના હરબટીયાળી ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

- text


પશુપાલન શિબિરનો ૪૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો

ટંકારા : હરબટીયાળી ગામ ખાતે આજે ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત મોરબી તેમજ પશુદવાખાના ટંકારા દ્વારા જીલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લા માંથી અંદાજીત ૪૦૦ થી વધુ પશુપાલક ભાઈઓ અને બહોળી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પશુપાલન શિબિરમાં ચંદ્રિકાબેન નાથુભાઈ કડીવાર (ચેરમેન ઉત્પાદન, સિંચાઈ અને સહકાર જિલ્લા પંચાયત મોરબી ) પુષ્પાબેન પ્રભુભાઈ કમરિયા (તાલુકા પંચાયત પ્રમુખ-ટંકારા ) સરોજબેન દેવરાજભાઇ સંઘાણી સરપંચ હરબટીયાળી ગ્રામ પંચાયત હાજર રહ્યા હતા. શિબિરમાં પશુપાલન ખાતા અધિકારીઓ દ્વારા નફાકારક પશુપાલનના સોનેરી સૂચનો, પશુ આરોગ્ય, પશુ પોષણ તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન ઉપર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શિબિરમાંપશુપાલન ખાતાનાઅધિકારી ડો. કટારા, નાયબ પશુપાલન નિયામક, ડો. જે.પી. ઉઘરેજા , ડો. વડનગરા, ડો. જે.વી. પટેલ, ડો. ટી.કે. સંઘાણી, ડો. આર.જે. કાવર, ડો. એન.ડી. ભાડજા, ડો. જે.કે. પટેલ તેમજ પશુપાલન સ્ટાફ ઉપસ્થિત રહી શિબિર ને સફળ બનાવેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text