હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર જીવલેણ હુમલો

- text


ભવાની નગર વિસ્તારમાં છ શખ્સો ધોકા, પાઇપ, ટોમી લઈ તૂટી પડયા

હળવદ : હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં જુના ઝઘડાનો ખાર રાખી મોટર સાયકલમાં નીકળેલા યુવાન ઉપર છ શખ્સો ધોકા, પાઇપ, ટોમી જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ ભવાનીનગર ઢોરો શીતળા માતાના મંદિર સામે રહેતા સુરેશભાઇ ગભુજીભાઇ પરમાર સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપી ગોપી લિલાભાઇ મહાદેવ, મનસુખભાઇ લિલાભાઇ મહાદેવ, ઢેબો મુસલમાન, ઢેબાનો ભાઇ સમીર, અચો મુસલમાન અને જગાભાઇ ભીખાભાઇ શખ્સોએ હુમલો કરી માથામાં, પગમાં, હાથમાં તેમજ અન્ય ભાગોએ ધોકા, પાઇપ અને ટોમીથી હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

વધુમાં આ હુમલામાં ઘવાયેલ સુરેશભાઇ આરોપીઓની ચુંગાલમાંથી બચવા ભાગતા હતા ત્યારે પણ આરોપીઓએ મારવાનું ચાલુ રાખતા સુરેશભાઈના પિતા દોડી આવ્યા હતા પરિણામે હુમલાખોરો નાસી ગયા હતા અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

ઘટના અંગે સુરેશભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે છએય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text