તારો અવાજ પાતળો છે! કાર લેવા બે લાખ લઈ આવ કહી પરિણીતાને સસરિયાઓનો સિતમ

- text


ટંકારા તાલુકાના નેકનામ ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ, નણદોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ટંકારા : જન્મથી જ પાતળો અવાજ ધરાવતી પરિણીતાને પડધરી તાલુકાના ઢોકળિયા ગામે રહેતા પતિ, સાસુ, સસરા, નણંદ અને નણદોયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપી દહેજમાં પતિ માટે કાર લેવા માવતરેથી રૂપિયા બે લાખ લાવવા દબાણ કરતા પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દહેજ અંગે પરિણીતાને ત્રાસ આપવાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે પિયર ધરાવતા વસુધાબેન ગણેશભાઇ દલસાણીયાના જ્ઞાતિના રીત રિવાજ મુજબ પડધરી તાલુકાના ઢોકળિયા ગામે રહેતા મિતુલભાઈ દિલીપભાઈ સીરજા સાથે લગ્ન થયા હતા. અને વસુધાબેનનો અવાજ જન્મથી જ પાતળો હોય સગાઈ અને લગ્નસમયે પતિ સહિતના સસરિયાઓ જાણતા હોવા છતાં વસુધાબેનના અવાજને લઈ અનેક વખત મેણા ટોણા મારતા હતા.

દરમિયાન વસુધાબેનના અવાજ બાબતે તબીબી તપાસ પણ કરાવેલ અને તબીબે સ્વરપેટીનું ઓપરેશન કરવું પડે અને અવાજ કાતો ઝાડો થઈ જાય અથવા આવો જ રહે તેવો અભિપ્રાય આપવા છતાં વસુધાબેનના પતિ મિતુલ દિલિપભાઈ સીરજા, સસરા દિલિપભાઈ પોલાભાઈ સીરજા સાસુ પ્રભાબેન દિલિપભાઇ સીરજા, નણંદ આરતીબેન નિકુંજભાઈ ભોરણીયા અને નણંદોઈ નિકુંજભાઈ કાંતીભાઈ ભોરણીયા દ્વારા પરિણીતાને અવાર નવાર ત્રાસ આપી ઝઘડાઓ કરી મેણાટોણા ગાળો આપી મારકુટ કરી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપી પહેરેલ કપડે કાઢી મુક્યા હતા.

- text

વધુમાં વસુધાબેનના પતિ સહિતના સસરિયાઓ દ્વારા માનસિક – શારીરિક ત્રાસ આપવાની સાથે પતિ મિતુલ માટે ફોર વ્હીલ ખરીદવા માવતરેથી બે લાખ લાવવા દબાણ કરતા હોવાનું પણ મહિલા પોલીસ મથકે ફરિયાદમાં જણાવાયું છે. દહેજ મામલે અપાતા ત્રાસને લઈ હાલમાં મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ -૪ મુજબ તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text