મોરબીના ચકમપરમાં જુના ડખામાં યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબીના ચકમપર (જીવાપર) ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી હાથ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણ ઉપર અગાઉની બોલાચાલીનો ખાર રાખી આ જ ગામના કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણે ગત તા.16ના રોજ પાઇપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હાથ ભાંગી નાખ્યો હતો.

જો કે આ ઝઘડો થયા બાદ બન્ને પક્ષે સમાધાનની વાતો ચાલતી હતી પરંતુ સમાધાન નહિ થતા અંતે ગઈકાલે ફરિયાદી દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text