માળીયાનું રાસંગપર ગામ સતત આઠમી વખત સમરસ

- text


માળીયા (મી.) : રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નજીકમાં છે. ત્યારે માળીયા (મી.) તાલુકાનું રાસંગપર ગામ સતત આઠમી વખત સમરસ જાહેર કરવામાં આવ્યું છે.

માળીયા તાલુકાના રાસંગપર ગામના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિતના ગ્રામજનોના સમર્થનથી ગામને સમરસ ગામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરપંચ તરીકે ઘુમલીયા અશોકભાઈ દેવજીભાઈ અને સભ્યો તરીકે વોર્ડ નં. 1માં હેતલબેન રંગપરીયા, વોર્ડ નં. 2માં સંજયભાઈ નિમાવત, વોર્ડ નં. 3માં યોગેશભાઈ શનાળીયા, વોર્ડ નં. 4માં રામજીભાઈ બુડાસણા, વોર્ડ નં. 5માં રમેશભાઈ બાવરવા, વોર્ડ નં. 6માં રંજનબેન શેરસીયા, વોર્ડ નં. 7માં અરુણાબેન ઓગણજા અને વોર્ડ નં. 8માં મનીષાબેન આદ્રોજાની વરણી કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text