મોરબી જિલ્લામાં કાલે ગુરુવારે અલગ-અલગ 163 સ્થળે વેક્સિન અપાશે

- text


 

મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 163 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.

કોરોનાને નાથવા માટે જિલ્લાભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપભેર ચાલી રહી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે ગુરુવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 163 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની વેક્સિન આપવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવતીકાલે ગુરુવારે મોરબી જિલ્લામાં મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 163 સ્થળે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 166 સ્થળોમાં મોરબી તાલુકાના 53 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 43 સ્થળો, ટંકારા તાલુકાના 20 સ્થળો, હળવદ તાલુકાના 32 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 20900 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 3800 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text