મોરબી ગ્રામ પંચાયતની ચૂંટણી : આજે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા

- text


 

ત્રણ દિવસમાં કુલ સરપંચ માટે 87 અને સભ્યો માટે 300 ફોર્મ ભરાયા, 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ન ભરાયું

મોરબી : મોરબી જિલ્લાની 307 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોજાવાની છે.જેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકાની 81, ટંકારા તાલુકાની 35, હળવદ તાલુકાની 42, વાંકાનેર તાલુકાની 83 અને માળીયા તાલુકાની 66 થઈને કુલ 307 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે નામાંકન ભરવાના આજે ત્રીજા દિવસે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા હતા.

- text

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યોની દાવેદારી માટે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે મોરબી જિલ્લાની 307 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા હતા. જેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબીમાં 28 સરપંચ, 116 સભ્ય માટે ફોર્મ ભરાયા હતા. જો કે ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકપણ ફોર્મ ભરાયું નથી. જ્યારે હળવદમાં 11 સરપંચ, 28 સભ્ય, વાંકાનેરમાં 13 સરપંચ, 56 સભ્ય, માળીયામાં 5 સરપંચ, 13 સભ્ય માટે ફોર્મ ભરાયા હતા.

ત્રણ દિવસમાં કુલ અત્યાર સુધીમાં સરપંચ માટે 87 અને સભ્યો માટે 300 ફોર્મ ભરાયા છે.જેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબીમાં 42 સરપંચ, 159 સભ્ય, ટંકારામાં 2 સરપંચ, 1 સભ્ય માટે, હળવદમાં 11 સરપંચ, 32 સભ્ય માટે, વાંકાનેરમાં 26 સરપંચ, 88 સભ્ય માટે અને માળીયામાં 6 સરપંચ અને 20 સભ્ય માટે ફોર્મ ભરાયા હતા. જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ તો મોરબીમાં 6, હળવદમાં 4, વાંકાનેરમાં 1 મળીને 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે.પણ આ પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ભરાયું નથી.

- text