મહેન્દ્રનગરમાં માતાજીના માંડવામાં લાપતા થયેલી બાળકી હેમખેમ મળી

- text


બાળકી ગુમ થયાની જાણ થતાં જ તુરંત બી ડિવિઝન પોલીસે સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ કરી શોધખોળ કરતા બાળકીની ભાળ મળી, પોલીસે બાળકીનું પરિવાર સાથે ફરી સુખદ મિલન કરાવ્યું

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં માતાજીના માંડવા દરમિયાન એક બાળકી અચાનક લાપતા બની ગઈ હતી. આ બાળકી ગુમ થયાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ સ્ટાફ તુરંત જ હરકતમાં આવી ગયો હતો અને બાળકીના ફોટા સાથેની વિગત સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને ભારે શોધખોળ આદરી હતા અને પોલીસની આ સઘન તપાસ અંતે રંગ લાવી હતી અને ગુમ થયાના થોડા સમયમાં જ બાળકી હેમખેમ મળી આવી હતી.આથી બી પોલીસે એ બાળકીનું તેના પરિવાર ફરી સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રજાપતિ કારખાનાની બાજુમાં આવેલ દેવીપુજક વાંસ રહેતા કરણભાઇ કેતનભાઈ ચોવીસીયાના સસરા પક્ષમાં માતાજીનો માંડવો હોય તેઓ પરિવાર સાથે ત્યાં હાજરી આપવા ગયા હતા. આ માતાજીના માંડવામાં કરણભાઇની 5 વર્ષની દીકરી દયા બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ભાગ લેવાનું કહી નીકળી ગઈ હતી. પરંતુ દોઢ-બે કલાક થયા હોવા છતાં દીકરી દયા પરત ન ફરતા તેઓએ પુત્રીની આજુબાજુમાં શોધખોળ કરી હતી. તેમ છતાં પુત્રીનો સાંજ સુધી પત્તો ન લગતા તેઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને પોતાની પુત્રી ગુમ થયાની જાણ કરી હતી.

- text

ધાર્મિક પ્રસંગમાં નાની બાળકી ગુમ થયાની જાણ થતાં જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે તુરંત જ બાળકીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી અને વોટ્સઅપ માધ્યમ દ્વારા મોરબી જિલ્લા વોટ્સઅપ ગ્રુપમાં બાળકીની વિગત મોકલી પોલીસની અલગ અલગ ટિમ બનાવી શોધખોળ શરુ કરી હતી. તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. મણિલાલ ગામેતીએ વાલભા કરશનભાઇ ચાવડાને જાણ કરેલ કે ભાયલાલભાઈ વરમોરાના કારખાનાની બાજુમાં હળવદ રોડ પાસે સંતકૃપા એન્ટરપ્રાઇઝની બાજુમાં એક બાળકી મળી આવી છે.આથી તુરંત પોલીસ ઇન્સ્પેકટર લગધીરકા તથા પીએસઆઇ એ.એન.વાઢિયા અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી બાળકી દયાને હેમખેમ લઈ આવી તેના માતા-પિતાને સોંપી દીધી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text