મોરબીને મંદી નો નડે…. કોરોના મહામારી વચ્ચે પણ અધધધ…. દસ્તાવેજ નોંધણી

- text


નવેમ્બર 2021 સુધીમાં 23063 દસ્તાવેજ નોંધાયા : સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 88.74 કરોડની આવક

મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યારે સીરામીક સીટી મોરબીનો અનોખો સિતારો ચમકતો હોય તેમ વિકટ સ્થિતિમાં પણ મોરબી જિલ્લામાં વર્ષ 2021માં રિયલ એસ્ટેટક્ષેત્રે ફાટફાટ તેજી જોવા મળી છે અને જાન્યુઆરી 2021થી તા.17 નવેમ્બર સુધીમાં જમીન-મકાનના કુલ 23063 દસ્તાવેજોની નોંધણી થતા સરકારને 88.74 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની અને 12.33 કરોડની નોંધણી ફી ની આવક થવા પામી છે.

સીરામીક સીટી મોરબીમાં કોરોના મહામારી વચ્ચે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ ભરવાની ચાલુ રાખતા વર્ષ 2021માં જુદી-જુદી મિલ્કતોના જિલ્લામાં કુલ 23063 દસ્તાવેજોની નોંધણી થઇ હોવાનું સબ રજિસ્ટ્રાર કચેરી મોરબીના ચોપડે નોંધાયું છે. મહિના મુજબ દસ્તાવેજ નોંધણી જોઈએ તો વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં 2367, ફેબ્રુઆરીમાં 2473, માર્ચમાં 2893, એપ્રિલમાં 1151, મે મહિનામાં 1230, જૂનમાં 2468, જુલાઈમાં 2675, ઓગસ્ટમાં 2226, સપ્ટેમ્બરમાં 2308, ઓક્ટોબરમાં 2507 અને નવેમ્બર મહિનાની 17 તારીખ સુધીમાં 765 દતાવેજોની નોંધણી કરવામાં આવી હતી.

વધુમાં મોરબી જિલ્લામાં તા.17 નવેમ્બર સુધીમાં કુલ 23063 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતા દસ્તાવેજ નોંધણી ફી રૂપે સરકારને રૂપિયા 12 કરોડ 33 લાખ 49 હજાર 471ની આવક નોંધાઈ છે. જયારે આ તમામ દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યુટી રૂપે સરકારની તિજોરીને રૂપિયા 88 કરોડ 74 લાખ 64 હજાર 516ની આવક નોંધાઈ છે જેમાં સૌથી વધુ માર્ચ મહિનામાં 13 કરોડથી વધુની સ્ટેમ્પડ્યુટીની આવક થઈ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text