કોરોના સહાય માટે અત્યાર સુધીમાં 184 ફોર્મનું વિતરણ

- text


મોરબીની જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની સહાય માટે લોકોનો ભારે ઘસારો

184 માંથી 117 ફોર્મ ભરાઈને પરત આવ્યા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.50 હજારની સહાય ચૂકવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેથી મોરબીની જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની સહાય માટે લોકોનો ભારે ઘસારો થઈ રહ્યો છે અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો આ સરકારી સહાય મેળવવા માટે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ ફોર્મ ભરીને પરત આપવાની કામગીરી કરી રહ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના ગાઉન્ડ ફ્લોર પર આવેલા ડીઝાસ્ટર કચેરીના રૂમમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા નિધારીત સહાય આપવા માટે ફોર્મનું વિતરણ અને ફોર્મ પરત લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચાર-પાંચ દિવસથી ચાલી રહેલી કામગીરી અત્યાર સુધીમાં કોરોના મૃત્યુ સહાય માટેના 184 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાથી 117 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. ડોક્યુમેન્ટ સહિતની વિગતો ચકાસીને જમા લેવામાં આવે છે. આ ફોર્મ ભરાયા એમાં એક રચાયેલી કમિટી દ્વારા યોગ્ય ખરાઈ કરીને સરકારના દિશાનિર્દેશથી સહાય ચુકવવામાં આવશે. અત્યાર સુધીમાં ઉપરથી આવેલી 75ની યાદીમાધી 45 અસરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text