મોરબી માર્કેટ યાર્ડમાં તા. 1 અને 2એ કપાસ-મગફળીની આવક બંધ રહેશે

- text


મોરબી : વરસાદની આગાહીના પગલે મોરબી માર્કેટ યાર્ડમાં આવતીકાલ તા. 1 તેમજ તા. 2ના રોજ કપાસ તથા મગફળીની આવક બંધ રાખવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા તા. 30 નવેમ્બરથી તા. 2 ડિસેમ્બર દરમ્યાન ઝડપી પવન તથા વધુ વરસાદની આગાહી કરતાં તા. 1થી તા. 2 ડિસેમ્બર 2 દિવસ સુધી કપાસ તથા મગફળીની આવક બંધ કરવામાં આવેલ છે. અન્ય જણસીઓની આવક રાબેતા મુજબ ચાલુ છે. એજન્ટો તથા વેપારીઓએ પોતાનો માલ પલળે નહીં તેની તકેદારી રાખવા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text