હળવદના પાંડાતીરથ ગામનો યુવાન સીઆરપીએફમાં જોડાતા હરખનીહેલી

- text


છ મહિનાની તાલીમ પૂર્ણ કરી યુવાન માદરે વતન પરત આવતા ગામમાં ઉત્સવનો માહોલ

હળવદ : હળવદના નાના એવા પાંડાતીરથ ગામનો યુવાન સીઆરપીએફ પેરામિલેટ્રી ફોર્સમાં પસંદગી પામતા નાના એવા ગામમાં હરખની હેલી ઉઠી છે.આજે આ યુવાન પોતાની છ માસની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા ગ્રામજનોએ વાજતે-ગાજતે સ્વાગત કરી યુવાનને ફૂલડે વધાવતા ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો.

હળવદ તાલુકાના નાના એવા પાંડાતીરથ ગામનો સાટકા નાગરાજભાઈ ખેંગારભાઈ નામના યુવાનને બચપણથી જ દેશ સેવાનું સ્વપ્ન જોયું હતું અને તનતોડ મહેનત કરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ પેરામિલ્ટ્રી ફોર્સમાં પસંદગી પામ્યો હતો. વધુમાં સીઆરપીએફમાં જોડાયા બાદ છ માસની કઠોર તાલીમ પૂર્ણ કરી યુવાન પ્રથમ વખત માદરે વતન પરત આવતા આજે પાંડાતીરથ ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને ગામલોકોએ વાજતે -ગાજતે નાગરાજભાઈનું અદકેરું સ્વાગત કરી ફૂલડે વધાવી ગામના ગૌરવને દીપાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text