મંગળથી ગુરુવાર ધમાલ મચાવશે તોફાની માવઠું

- text


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની બેવડી અસરથી મોરબીમાં છુટાછવાયા ઝાપટાની શક્યતા

મોરબી : વરસાદની સીઝનમાં અપૂરતા વરસાદ બાદ દિવાળી પછી શરુ થયેલ માવઠાની મોસમમાં આગામી મંગળથી ગુરુવાર દરમિયાન તોફાની માવઠું ત્રાટકવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માવઠા રૂપી નવી ઉપાધિથી મોરબી જિલ્લામાં પણ ઝાપટા વરસવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની બેવડી અસરને કારણે આવતીકાલે મંગળવારથી ગુરુવાર દરમિયાન તોફાની માવઠું વર્ષે તેવી આગાહી કરવામાં આવું છે. જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલના નિર્દેશ મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ, ભારે અને એકલ – દોકલ વિસ્તારોમાં અતિ ભારે કમોસમી વરસાદ પડી શકે તેમ છે.

- text

વધુમાં ઉત્તર ગુજરાત સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની વધુ અસર જોવા મળશે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં માવઠાની અસર વધુ રહેશે ઉપરાંત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text