મોરબીના રોડ- રસ્તાના કામોને ઝડપથી આગળ ધપાવવા સિરામિક એસો.ની સીએમને રૂબરૂ રજુઆત

- text


 

વાઈબ્રન્ટ ગુજરાતમાં મોરબી સીરામીક ઉધોગને અલગ પેવેલિયન આપવાની પણ મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત 10માં વાઈબ્રન્ટ ગ્લોબલમાં મોરબીના સીરામીક ઉધોગને વૈશ્વિક માર્કેટમાં પ્રમોશન માટે અલગ પેવેલિયનની જરૂરિયાત હોવાથી આ અંગે તાજેતરમાં મુખ્યમંત્રીને મળીને સીરામીક એસો.એ વિગતવાર રજુઆત કરી હતી અને મોરબી સીરામીક એસો.એ મુખ્યમંત્રીને રજુઆત કરીને વૈશ્વિક માર્કેટમાં પ્રમોશન માટે અલગ પેવેલિયનની ફાળવવાની દરખાસ્ત કરી હતી. સાથે રોડ રસ્તાના કામોને આગળ ધપાવવા માટે રજુઆત કરી હતી.

મોરબી સીરામીક એસોએ આજે રાજ્યમંત્રી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને સાથે રાખી જીઆઇડીસી માટે મોરબીના જે ઔધોગિક રોડ રસ્તા માટે સર્વે કરવામા આવેલ છે. તેમા તે પ્રોજેક્ટ તાત્કાલિક આગળ વધે અને વાયબ્રન્ટ ગુજરાતમાં મોરબીના સિરામીક ઉધોગનુ અલગ પેવેલીયન બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મીટીગ કરી હતી. આ મીટીગમા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા , નિલેષ જેતપરીયા જોડાયેલ હતા અને મુખ્યમંત્રી સમક્ષ મોરબીના સીરામીક ઉધોગને વાઈબ્રન્ટ સમીટમાં અલગ પેવેલિયન ફાળવણી કરવાની માંગ કરી હતી.

- text

આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેષ જેતપરીયાએ જણાવ્યું હતું કે, આગામી વાઈબ્રન્ટ સમીટમાં મોરબી સીરામીક ઉધોગ માટે અલગ સ્ટોલ રાખવાના જ છે. પણ સીરામીક ઉધોગ માટે વાઈબ્રન્ટ સમીટમાં સ્પેશિયલ જગ્યા હોય તો વૈશ્વિક માર્કેટમાં આ ઉધોગની વિવિધ પ્રોડક્ટ વિશે વ્યવસ્થિત પ્રમોશન થઈ શકે. આ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને રજુઆત સાંભળીને મુખ્યમંત્રીએ પણ આવડા મોટા ઉધોગના પ્રમોશન માટે અલગ પેવેલિયન જરૂરી હોવા બાબતે સંમત થયા હતા અને આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની તેઓએ ખાતરી આપી હતી. આ સાથે રોડ રસ્તાના કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેને આગળ ધપાવવા રજુઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

- text