13મીએ મુખ્યમંત્રી મોરબીમાં : ભાજપના સ્નેહ મિલનમાં હાજરી આપશે

- text


 

મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાનાર સ્નેહમિલનમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન આવતા વિવાદ, અંતે તેમના નામ વાળી પત્રિકા બનાવવાનો નિર્ણય

મોરબી : મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં આગામી 13મીએ ભાજપનું સ્નેહ મિલન યોજાનાર છે. આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ ન હોવાથી વિવાદ જાગ્યો હતો. જો કે અંતે જિલ્લા પ્રમુખે કોઈ વિવાદના હોવાનું જણાવી પૂર્વ ધારાસભ્યોને આમંત્રણ અપાયાનું જણાવી તેમના નામ સાથેની પત્રિકા તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ જણાવ્યું હતું.

મોરબીમાં આગામી તા.13ને શનિવારે સાંજે 3:30 કલાકે મોરબી-રાજકોટ હાઇવે ઉપર અજંતા કલોકની સામે આવેલ જે.પી. ફાર્મ ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈને ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

- text

આ કાર્યક્રમની જિલ્લા ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બનાવવામાં આવી છે. જો કે આ આમંત્રણ પત્રિકામાં બહોળી લોકચાહના ધરાવતા એવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ ન હોવાથી વિવાદ જાગ્યો હતો. લોકોએ આ મામલે સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવ્યો હતો.

આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું કે આમંત્રણ પત્રિકામાં બીજા કોઈ પણ પૂર્વ ધારાસભ્યના નામ લખ્યા નથી. અને કાંતિલાલ સાહિતના ટંકારાના પૂર્વ ધારસભ્ય બાવનજી મેતલીયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ પૂર્વ ધારાસભ્યોના નામ સાથેની આમંત્રણ પત્રિકા પણ તૈયાર કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text