સીરામીક ફેકટરીઓમાંથી કિંમતી સ્પેર પાર્ટની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

- text


ચોરાઉ પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વ વેચે તે પૂર્વ જ એલસીબીએ બન્ને આરોપીઓને દબોચી લીધા, રૂ.૨.૫૦ લાખનો મુદામાલ કબ્જે

મોરબી : મોરબીની સીરામીક ફેકટરીઓમાં અગાઉ પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વની ચોરી થઈ હોવાનું બહાર આવ્યા બાદ મોરબી એલસીબીએ આ ગુન્હાનો ભેદ ઉકેલવા બતમીદારોને કામે લગાડીને નક્કર બાતમી મેળવી ચોરાઉ પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વ વેચે તે પૂર્વ જ એલસીબીએ બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. આ રીતે એલસીબીએ અલગ અલગ સિરામીક કારખાનાઓમાંથી પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વની થયેલ ચોરીના મુદામાલના વાલ્વ નંગ-૦૩ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં બનેલ મિલ્કત વિરૂધ્ધના ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જરૂરી સુચના આપતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એન,બી.ડાબી તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.હેડ કોન્સ, શકિતસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. સહદેવસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, એક ઇસમ મોરબી ખાતે આવેલ સિરામીક ઉધોગમાં પ્રેસ વિભાગમાં વપરાતા પ્રપોઝનલ વાલ્વ ચોરી કે છળકપટથી મેળવેલ વાલ્વ વેચવા માટે રફાળેશ્વર હાઇવેરોડ ઉપર ઉભો છે તેવી હકિકત મળતાની સાથે ત્યાં તપાસ કરતા આરોપી રોહીતકુમાર રાજેશભાઇ સાણદિયા (નાની વાવડી, મારૂતીનગર સોસાયટી, શેરી નં-૧, મોરબી)ને ચોરીના બે વાલ્વ સાથે ઝડપી લીધો હતો.જેની પુછપરછ કરતા બીજો એક વાલ્વ સરતાનપર રોડ ઉપર નવા બનતા લેન્ડ ડેકોર કારખાનામાંથી ચોરી કરેલ વાલ્વ પોતે મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ અલંકાર હાઇડ્રોલીંક નામની દુકાનના માલિક સંતોષકુમાર છીટીલાલ હનુમાન ગૌતમને વેચી દીધો હોવાની કબૂલાત આપી હતી.

આરોપીની કબૂલાતના આધારે તે અંગે તપાસ કરતા આરોપી સંતોષકુમાર છીટીલાલ તેની દુકાનથી ચોરીનો લીધેલ વાલ્વ સાથે મળી આવતા બન્ને ઇસમોને ચોરીના વાલ્વ નંગ-૦૩ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતા બન્ને ઇસમોને અટક કરી આગળની કાર્યાવહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યા

- text

પોલીસની વધુ તપાસમાં બન્ને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં રોહીતકુમાર રાજેશભાઇ સાણંદિયા અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું અને સંતોષકુમાર છીટીલાલ પણ અગાઉ મદદગારીના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું. આમ મોરબી ખાતે આવેલ સિરામીક ઉધોગમાં આવેલ પ્રેસ ડિપાર્ટમેન્ટ માંથી પ્રેસમાં વપરાતા પ્રપ્રોઝનલ વાલ્વની ચોરી કરતા ઇસમોને વાલ્વ નંગ-૦૩ કિ.રૂ.૨,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળી છે.

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ, PSI એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, ASI રજનીકાંત કેલા,સંજયભાઇ પટેલ, HC દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા,સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંત વામજા, PC વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રીજેશ કાસુંદ્રા અશોકસિંહ ચુડાસમા સતીષ કાંજીયા, હરેશ સરવૈયા, દશરથસિંહ પરમાર, દશરથસિંહ ચાવડા સહિતનાએ કરી હતી.

- text