મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.

ગત તા.29/10/2021,શુક્રવારના રોજ પી.જી. પટેલ કોલેજમા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને કલાત્મક રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ સાપ્રંત મુદાઓ અને જન જાગૃતી અંતર્ગત અવનવી કલાત્મક રંગોળી તૈયાર કરી હતી.

જેમા પ્રથમ ક્રમે વારનેશીયા જાનકી (B.Com Sem-1), બીજા ક્રમે સોરીયા દીશા અને ઘોડાસરા સપના (B.Com Sem-5), ત્રીજા ક્રમે ચંદારાણા બંસી (B.Com Sem-3) તથા ચોથા ક્રમે ચબાડ કુલદીપ અને વિડજા દિપ રહ્યા હતા. આ તકે તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text