માળીયાના ખાખરેચી નજીક ડમ્પર પાછળ ડમ્પર ઘુસી ગયુ : બે ઇજાગ્રસ્ત

- text


મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં પડેલ ડમ્પર પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલકને અને અન્ય એકને ઇજા પહોંચતા ટ્રાન્સપોર્ટર દ્વારા ફરિયાદ નોંધાવી છે.

- text

માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા – હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા નજીક ડમ્પર નંબર GJ-12-BY-9696ના ચાલક પ્રવિણભાઈ આશાભાઈ ખોખર રહે-અંજાર જી.કચ્છ-ભુજ વાળાએ આગળ રોડની સાઈડમાં પડેલા અજાણ્યા ડમ્પર સાથે પોતાનું ડમ્પર અથડાવતા ડમ્પર ચાલક અને અન્ય એકને ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની ઘટના અંગે અંજાર કચ્છના ટ્રાન્સપોર્ટર જયંતિભાઈ શિવજીભાઈ ચાડે માળીયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૨૭૯,૩૩૭ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ડમ્પર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text