માળીયા તાલુકાના ભાજપના વિવિધ સંગઠનોના હોદેદારોની વરણી

- text


ભાજપના કિશાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીની નિમણુંક કરાઈ

મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ ભાનુભાઈ મેતા અને મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને માળીયા તાલુકાના ભાજપના વિવિધ સંગઠનોના હોદેદારોની વરણી કરવામાં આવી છે.

- text

માળીયા તાલુકા ભાજપના કિશાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીની નિમણુંક કરાઈ છે. જેમાં માળીયા તાલુકા કિશાન મોરચોના પ્રમુખ તરીકે નિલેશભાઈ સંઘાણી, મહામંત્રી તરીકે નાથાભાઈ ડાંગર અને યુવા મોરચો માળીયા તાલુકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ દસડીયા, મહામંત્રી તરીકે વિપુલભાઈ મંઢ તેમજ મહિલા મોરચો માળીયા તાલુકાના પ્રમુખ તરીકે રેખાબેન સોલંકી અને મહામંત્રી તરીકે વંદનાબેન વિડજાની નિમણુંક કરવામાં આવી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text