મોરબી જિલ્લામાં કાલે બુધવારે 152 સ્થળે વેકસીનેશન, 18640 ડોઝ ફાળવાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે 152 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 18640 ડોઝ પણ ફાળવવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે બુધવારે આરોગ્ય વિભાગે વેકસીનેશન માટે 152 સ્થળ જાહેર કર્યા છે. જ્યાં 18640 જેટલા ડોઝ ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. બીજી તરફ આજરોજ જિલ્લામાં 3212 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 45થી વધુ વર્ષના 677 લોકો, 18થી 44 વર્ષના 2529 અને ખાનગી હોસ્પિટલમાં ડોઝ લેનાર 6 લોકોનો સમાવેશ થાય છે.

- text