પોલીસ જવાનોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ

- text


ગુજરાત કિશાન સંગઠન દ્વારા ટંકારા અને માળીયામાં કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન અપાયું

મોરબી : ગુજરાત પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. પોલીસ જવાનોને ઘણા સમયથી પડતર પ્રશ્ને ન્યાય ન મળતો હોવાથી આજે ગુજરાત કિશાન સંગઠન અને સામાજિક કાર્યકરો દ્વારા માળીયા અને ટંકારામાં કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે અને પોલીસ જવાનોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો અમારા ખેડૂત,મજુર અને પસુપાલાકોના દીકરા-દીકરોઓ છે. અમો ખેડૂત પરિવારોને ખેતીમાં આવક ન રહેતા અમારા દીકરા દીકરીઓને ભણાવી ગણાવી પોલીસ જવાન બનાવેલ હોય અને આપણા આ પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી અને જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ સતત પોતાના જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તેમ છતાં આ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે ના મળતા હોય અને તેમની સાથે અન્યાય થતો હોય તે જરાય વ્યાજબી નથી.

વધુમાં જણાવ્યું હતું કે, આપણા પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી જરૂરી છે. જેમાં પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવામાં આવે, ફરજ પરના કલાકો ફિક્સ કરવામાં આવે (સતત ૨૪ કલાક કામ અને જવાબદારીએ માનવીય સુખાકારીના માપદંડોથી વિપરીત છે.), પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવામાં આવે અને પોલીસ જવાનોના બદલીના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેમજ પોલીસ જવાનોની ઉપરોક્ત વિવિધ માંગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સ્વીકારી જવાનો અને તેમના પરિવારો ના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી માંગ ઉઠાવી છે, અન્યથા પોલીસ જવાનો કે તેમના માટે લડતા વિવધ સંગઠનો આગામી સમયમાં જે કોઇ કાર્યક્રમ કરશે તે તમામ કાર્યક્રમોમાં અમો ગુજરાત કિશાન સંગઠનનો સંપૂર્ણ સાથ, સહકાર અને ટેકો છે. તેમ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text